VIDEO: ભાણવડમાં ચૂંટાયેલા સરપંચનું સન્માનનો ભાજપના સભ્યોનો વિરોધ, કોંગ્રેસે લગાવ્યા ગંભીર આરોપ
ભાણવડ તાલુકા પંચાયતમાં પ્રમુખ દ્વારા નક્કી કરેલા એજન્ડાને અમલમાં મૂકવા દેવામાં નથી. જે એક પ્રકારની રાજકીય હસ્તક્ષેપનું ઉદાહરણ છે. આવું થવાથી સ્થાનિક શાસનની સ્વાયત્તતા અને લોકશાહી પ્રક્રિયા પર પ્રશ્ન ઊભો થાય છે.નવા ચૂંટાયેલા સરપંચનું સન્માન કરવાની પ્રક્રિયામાં ભાજપના સંગઠનના સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. તો બીજી તરફ પાલ આંબલિયાએ પણ સમગ્ર મામલે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે.
કોંગ્રેસના કાર્યકરો કે હોદ્દેદારોને કાર્યક્રમ પહેલાં હોમ અરેસ્ટ કરવામાં આવે છે
આ ઘટના રાજકીય દબાણ અને સ્થાનિક નેતૃત્વની ગરિમા ઘટાડવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.સરકારી કાર્યક્રમોમાં ભાજપના સંગઠનના હોદ્દેદારોને સ્ટેજ પર સ્થાન આપવામાં આવે છે, જ્યારે કોંગ્રેસના કાર્યકરો કે હોદ્દેદારોને કાર્યક્રમ પહેલાં હોમ અરેસ્ટ કરવામાં આવે છે. આવો ભેદભાવ રાજકીય પક્ષપાતનું સ્પષ્ટ ઉદાહરણ ગણાય છે, જે લોકશાહી સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે.

