VIDEO: ઈસુદાન ગઢવીના દબાણ સામે સરકાર ઝૂકી, પાણી છોડાશે
સોર્સ : gstv
દેવભૂમિ દ્વારકામાં ખેડૂત નેતા ઈસુદાન ગઢવીની આગેવાનીમાં શરૂ થયેલા દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહને પ્રથમ દિવસે જ આંશિક સફળતા મળી છે. ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, સરકારે જામનગર અને દેવભૂમિ દ્વારકાના ડેમોમાં સૌની યોજનાનું પાણી છોડવાનો મોટો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, પાણી ખરેખર છોડાયું છે કે નહીં તેની તપાસ માટે પોતાની ટીમોને સ્થળ પર મોકલવામાં આવશે અને કોઈ ચીટીંગ થશે તો તે ચલાવી લેવામાં નહીં આવે. સરકાર દ્વારા પહેલી આંશિક માંગણી સ્વીકારવા બદલ તેમણે આભાર માન્યો અને તેને ખેડૂતોની એકતાની જીત ગણાવી. સાથે જ ઝડપથી દુષ્કાળ જાહેર કરવા, ઘાસચારાનું વિતરણ શરૂ કરવા અને ખેડૂતોના વીજળી બિલ માફ કરવાની માંગ કરી છે.

