Dwarka news: વિદ્યાર્થીનીએ કર્યો આપઘાતનો પ્રયાસ, શાળામાં ત્રાસ અપાતો હોવાનો મૂક્યો આરોપ

સોર્સ : GSTV
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના ખજૂરિયા ગામે શાળાના અન્ય વિદ્યાર્થીઓના ત્રાસથી કંટાળી વિદ્યાર્થીનીએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ તો 13 વર્ષની વિદ્યાર્થીનીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
વિદ્યાર્થીનીએ ફરિયાદ કરી હોવા છતાં શિક્ષકો ધ્યાન આપતા ન હતા
દ્વારકાના ખંભાળિયાના ખજૂરિયા ગામે સરકારી શાળાની આઠમાં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ઝેરી દવા પીધી છે. સ્કૂલમાં અન્ય વિદ્યાર્થીઓના ત્રાસથી કંટાળી તેણે આ પગલું ભર્યું હોવાનો આરોપ છે. વિદ્યાર્થીનીના પિતાએ શિક્ષકો સામે ગંભીર આક્ષેપ લગાવ્યા છે. વિદ્યાર્થીનીએ ફરિયાદ કરી હોવા છતાં શિક્ષકો ધ્યાન આપતા ન હતા. 13 વર્ષની વિદ્યાર્થીનીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી છે. હાલ તે ખંભાળિયા હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે.

