VIDEO: દ્વારકામાં વરસાદ, ઓખા બંદરે એલર્ટ
સોર્સ : gstv
હવામાન વિભાગની આગાહી અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદનું આગમન થયું છે. વરસાદ અને ભારે પવનની શક્યતાને ધ્યાને રાખી ઓખા બંદરે ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠે ઊંચા મોજા સાથે કરંટ જોવા મળવાની શક્યતા હોવાથી બિનજરૂરી અવરજવર ટાળવા તંત્રએ જણાવ્યું છે. હવામાન વિભાગે કલાકના 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે. આગાહીના પગલે દેવભૂમિ દ્વારકા તંત્ર એલર્ટ મોડ પર છે.

