VIDEO: ખંભાળીયા: પીવાના પાણી માટે મહિલાઓનો પાલિકામાં હલ્લાબોલ
સોર્સ : gstv
દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળીયાના વોર્ડ નંબર ૨ માં પાણીની ગંભીર સમસ્યા સર્જાતાં મહિલાઓમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. યોગેશ્વર નગર પાલિકામાં ભળ્યાને એક વર્ષ થવા છતાં પાણી ન મળતાં અને બોર સુકાઈ જતાં ૧૦૦ જેટલી મહિલાઓએ પાલિકા કચેરીએ પહોંચી સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. ચીફ ઓફિસરે ટૂંક સમયમાં ઉકેલની ખાતરી આપી છે, જ્યારે સ્થાનિકોએ ૮ દિવસમાં પાણી ન મળ્યે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

