Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : Anant Ambani's padyatra from Jamnagar to Dwarkadhish Temple completes

Dwarka news: અનંત અંબાણીની જામનગરથી દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા પૂર્ણ, જુઓ VIDEO

Timeછેલ્લું અપડેટ : 06 Apr 2025
લાઇવ ટીવીGoogle News

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર અનંત અંબાણીની જામનગરથી દ્વારકાધીશ મંદિરની પદયાત્રા આજે પૂર્ણ થઈ હતી, તેઓ આજે દ્વારકાધીશ મંદિરે પહોંચ્યા છે. અનંત અંબાણીની માતા અને રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક-ચેરપર્સન નીતા અંબાણી અને તેમની પત્ની રાધિકા મર્ચન્ટ આજે તેમની સાથે જોડાયા હતા.

App Store

જામનગરથી દ્વારકા સુધી 170 કિલોમીટરની પદયાત્રા આજે પૂર્ણ કરી

 મળતા અહેવાલ પ્રમાણે  જામનગરથી દ્વારકા સુધી 170 કિલોમીટરની પદયાત્રા આજે પૂર્ણ કરી છે. 10 દિવસની પદયાત્રા કરીને અનંત અંબાણી દ્વારકા પહોંચ્યા હતા.

વહેલી સવારે પરિવાર સાથે કરી મંગળા આરતી

અનંત અંબાણીએ પરિવાર સાથે દ્વારકા મંદિરમાં વહેલી સવારે મંગળા આરતી કરીને ધન્યતા અનુભવી હતી. અનંત અંબાણીની સાથે તેમની  માતા નીતા અંબાણી અને પત્ની રાધિકા પણ હાજર રહ્યા હતા.