VIDEO: દ્વારકામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી: પાકને મળ્યું જીવતદાન, ખેડૂતોમાં આનંદ
સોર્સ : gstv
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. કેનેડી, ખાખરડા, પટેલકા અને પાનેલી સહિતના ગામોમાં લાંબા વિરામ બાદ મેઘમહેર થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ખેતરોમાં સુકાઈ રહેલા ઊભા પાક માટે આ વરસાદ અમૃત સમાન સાબિત થતાં પાકને નવું જીવતદાન મળ્યું છે, જેનાથી જગતના તાતમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

