દ્વારકા જિલ્લાના નાવદ્રા ગામે ફાયરિંગની ઘટના સામે આવી છે. લાંબા ગામના દેવશ લઘધીર ચેતરીયા નામના શખ્સે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ. ફાયરિંગમાં ગામના લખમણભાઇ રણમલભાઈ કરમુરના પગમા બે ગોળી વાગી હતી. પ્રાથમિક માહિતી મુજબ જમીન બાબતે ફાયરિંગ થયું હોવાનું મના છે. આ મામલે કલ્યાણપુર પોલીસે તપાસ શરૂ કરી છે.