મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતનું દેવું વધવા છતાં તાયફાઓ પાછળ ધૂમ ખર્ચ: દેવાની રકમ જાણી તમે પણ ચોંકી ઉઠશો

વિકસિત ગુજરાત જાણે ધીરે ધીરે દેવાદાર ગુજરાત બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતનુ જાહેર

ગુજરાતનું દેવું વધવા છતાં તાયફાઓ પાછળ ધૂમ ખર્ચ: દેવાની રકમ જાણી તમે પણ ચોંકી ઉઠશો

વિકસિત ગુજરાત જાણે ધીરે ધીરે દેવાદાર ગુજરાત બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતનુ જાહેર દેવુ વધી રહ્યું છે. સંસદમાં રજૂ થયેલાં રિપોર્ટ મુજબ, વર્ષ 2024-25માં ગુજરાતનું દેવું વધીને 4.90 લાખ કરોડે પહોંચ્યુ છે. વિકાસનું નામ આગળ ધરી સરકારી તાયફા અને ઉત્સવો પાછળ ધૂમ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જે રીતે દેવુ વધી રહ્યું છે તે જોતાં પ્રત્યેક ગુજરાતી માટે ચિંતાનો વિષય બનતું જઈ રહ્યું છે.

પ્રત્યેક ગુજરાતી બાળક દેવા સાથે જન્મે છે

વર્ષ 2021-22માં ગુજરાતનું દેવુ રૂ.3.60 લાખ કરોડ હતું, જે વર્ષ 2024-25માં વધીને રૂ. 4.90 લાખ કરોડ સુધી પહોચ્યુ છે. આ જોતાં ગુજરાતના દેવામાં રૂ.1.30 લાખ કરોડનો અધધધ વધારો થયો છે. સરકારનો તર્ક રહ્યો છેકે, સરકારી ગ્રાન્ટ સાથે નવી નવી સરકારી યોજનાઓ થકી રાજ્યની જનતાઓની આકાંક્ષા પૂર્ણ કરવી પડે છે જેના કારણે વિકાસના કામો પાછળ વધુ ખર્ચ કરવો પડે છે. 

બજેટ કરતાં વધારે છે દેવુ

દર વર્ષે બજેટની રકમમાં વધારો કરી સરકાર જાણે સિદ્ધિ મેળવી હોય તેવો પ્રચાર કરે છે પણ કડવી હકીકત એ છે કે,  ગુજરાતના બજેટ કરતાં દેવુ વધુ છે. બુલેટની  ગતિએ રાજ્યનું દેવુ વધી રહ્યું છે જે આર્થિક નિષ્ણાતોના મતે, ચિંતાજનક મુદ્દો રહ્યો છે. જાહેર દેવું વધી રહ્યું હોવા છતાંય સરકારને જરાય પડી નથી. સરકારી દેવામાં ય જાણે વિકાસ થઇ રહ્યો છે, તેવું બતાવવામાં આવે છે. આજે પ્રત્યેક ગુજરાતી બાળક રૂ. 66 હજારથી વધુનું દેવુ લઇને જન્મે છે. 

વીપક્ષે લગાવ્યો આરોપ

વિપક્ષનો આરોપ છે કે, વાઇબ્રન્ટ સમિટના નામે ભપકાબાજી કરવી,  રૂ. 191 કરોડના ખર્ચે પ્લેનની ખરીદી કરી. ટૂંકમાં પ્રજાલક્ષી યોજના કરતાં સરકારી તાયફા અને ઉત્સવો પાછળ ધૂમ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. સરકારને જાહેર દેવું વધે છતાંય જરાય પડી નથી.  જો આવા ખોટા ખર્ચ કરવાનં ટાળ્યુ હોત તો કદાચ જાહેર દેવુ ઓછુ હોત. પણ અત્યારે પ્રજાના પરસેવાના પૈસે પક્ષ-સરકારનું માર્કેટિંગ કરવામાં આવી રહ્યું છે. જોકે, અત્યારે રાજ્યના દેવાના વ્યાજ પાછળ જ કરોડો રૂપિયા ખર્ચાઇ જાય છે જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતના દેવામાં હજુ વધુ વધારો થાય તેવો અંદાજ છે.

આ સમાચાર શેર કરો