Video: સુરતમાં દિવાળી પહેલાં રત્નકલાકારોને બોનસ અને ઓવરટાઈમ ચૂકવવાની માંગ: ડાયમંડ વર્કર યુનિયને કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર

સુરતના હીરા ઉદ્યોગમાં દિવાળી નજીક આવતા જ રત્નકલાકારોના હક્ક અને અધિકારોની લડાઈ તેજ બની છે. ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા કલેક્ટર અને લેબર વિભાગને આવેદનપત્ર પાઠવીને રત્નકલાકારોને સમયસર બોનસ અને શ્રમ કાયદા મુજબ ઓવરટાઈમનું મહેનતાણું ચૂકવવાની માંગ કરવામાં આવી છે. હાલ ઉદ્યોગમાં તેજી હોવા છતાં કારીગરોને પીએફ, ગ્રેજ્યુઈટી અને પગાર સ્લિપ જેવા લાભોથી વંચિત રખાતા યુનિયને કડક કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી છે.







