હોળી ધુળેટીના પર્વને લઈ યાત્રાધામ શામળાજી મંદિરનો દર્શનનો સમય જાહેર, જાણો કેટલા વાગ્યે થશે ભગવાનની આરતી

- હોળી ધુળેટીના પર્વને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા સમય જાહેર કરાયો
- ફાગણ સુદ પૂનમે મંદિર સવારે 6 વાગ્યે ખુલશે
- સવારે 6.45 વાગે કરાશે મંગળા આરતી અને 8.30એ શૃંગાર આરતી કરાશે
- 11.30 એ ભગવાન કાળિયા ઠાકોરને રાજભોગ ધરાવાશે
- 11.30 થી 12.15 સુધી મંદિર બંધ રહેશે
- બપોરે 12.15 એ રાજભોગ આરતી બાદ 2.15 સુધી મંદિર બંધ રહેશે
હોળી ધુળેટીના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે હોળી ધુળેટીના પર્વને ધ્યાનમાં લઈને યાત્રાધામ શામળાજી મંદિરના દર્શનના સમયમાં વધારો કરવાનો મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે ફાગણ સુદ પૂનમે મંદિરના કપાટ સવારે 6 વાગ્યે ખુલશે. સવારે 6.45 વાગે મંગળા આરતી અને 8.30એ શૃંગાર આરતી કરાશે.
સવારે 6.45 વાગે કરાશે મંગળા આરતી અને 8.30એ શૃંગાર આરતી કરાશે
મંગળા આરતી અને શૃંગાર આરતી થયા પછી સવારે 11.30 વાગ્યે શામળાજીમાં ભગવાન કાળિયા ઠાકોરને રાજભોગ ધરાવાશે. રાજભોગ ધરાવ્યા બાદ સવારે 11.30 થી બપોરના 12.15 વાગ્યા સુધી મંદિરના કપાટ બંધ રહેશે. તો બીજી તરફ સાંજે 6.30એ સંધ્યા આરતી કરાશે. રાત્રે 8.15 કલાકે શયન આરતી બાદ 8.30 વાગ્યે મંદિરના કપાટ બંધ કરાશે

