VIDEO : ડાંગમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર, ઉનાળામાં હિલ સ્ટેશન પર જોવા મળ્યો સન્નાટો
સોર્સ : GSTV
અમદાવાદ, સુરત જેવા શહેરી વિસ્તારો ઉપરાંત ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન ડાંગમા પણ ગરમીનું મોજુ ફરી વળ્યું છે. ડાંગમાં તાપમાનનો પાર 40 ડિગ્રીએ વટાવી જતા રસ્તાઓ સુમસામ જોવા મળ્યા છે. ડાંગનું પ્રવેશ દ્વાર ગ્ણાતું વઘઈ સર્કલ અત્યારે સન્નાટામાં ફેરવાઈ ગયું છે. ગરમીના પ્રકોપને કારણે પ્રવાસન ધામ સાપુતારા તરફ જતા મુખ્ય માર્ગો પર પણ અવરજવર નહિવત જોવા મળી રહી છે, જેના લીધે સમગ્ર પંથકમાં જાણે લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કાળઝાળ ગરમીથી બચવા માટે લોકોએ અત્યારે ઘરોમાં જ રહેવાનું પસંદ કરી રહ્યા છે.

