VIDEO: ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગના સુબીરમાં પીવાના પાણી માટે વલખા, મહિલાઓ ડુંગરા ખૂંદવા મજબૂર!
સોર્સ : gstv
ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં વાર્ષિક 100 ઇંચથી વધુ વરસાદ પડે છે, છતાં ઉનાળો આવતા જ અહીં પાણીની તીવ્ર અછત સર્જાય છે. સુબીર તાલુકાના ઉગા ગામમાં હાલત અતિ ગંભીર છે, જ્યાં પીવાના પાણી માટે મહિલાઓએ બાળકોને ઘરે મૂકી કિલોમીટરો સુધી ડુંગરા ખૂંદવા પડે છે. પશુઓ અને માનવીઓ એક જ સ્થળેથી પ્રદૂષિત પાણી પીવા મજબૂર છે, જેના કારણે બાળકોમાં બીમારી ફેલાવવાનો ભય છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં પાણી પુરવઠા વિભાગ દ્વારા કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવ્યો નથી. જો તંત્ર દ્વારા વહેલી તકે પાણીની સુવિધા પૂરી પાડવામાં નહીં આવે, તો ગ્રામજનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

