Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ડાંગ : Patel family meets with accident near Saputara, 6 people die as car falls into gorge

Dang news: સાપુતારા નજીક પટેલ પરિવારને નડ્યો અકસ્માત, કાર ઊંડી ખીણમાં ખાબકતા 6 લોકોના મોત

Timeછેલ્લું અપડેટ : 08 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Dang news: સાપુતારા નજીક પટેલ પરિવારને નડ્યો અકસ્માત, કાર ઊંડી ખીણમાં ખાબકતા 6 લોકોના મોત
સોર્સ : GSTV

સાપુતારા નજીક સુપ્રસિધ્ધ યાત્રા ધામ સપ્તશૃંગી માતાજીના મંદિરે દર્શન કરી પરત ફરતા અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતમાં એક જ પરિવારના 6 લોકોના મોત નિપજતા અરેરાટી ફેલાઈ ગઈ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. 

App Store

ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ખીણમાં ખાબકી

મહારાષ્ટ્રના સપ્તશૃંગી માતાજીના દર્શન કરી પરત ફરી રહેલ પટેલ પરિવારને અકસ્માત નડતાં આખો પરિવાર મોતને ભેટ્યો છે. કારચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ઉંડી ખીણમાં ખાબકી હતી. કારમાં સવાર છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મહારાષ્ટ્ર પોલીસ તેમજ મંદિર પ્રશાસન ઘટના સ્થળે પહોંચી રાહત બચાવ કામગીરી હાથ ધરી છે. અકસ્માતને પગલે ઘાટ વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. 

મૃતકોની યાદી 

1. કીર્તિ પટેલ (ઉ.50) ચાલક 
2. રસીલાબેન પટેલ (ઉ.50)
3. વિઠ્ઠલભાઈ પટેલ (ઉ.65)
4. લતાબેન પટેલ  (ઉ.60)
5. પચનભાઈ પટેલ (ઉ.60) 
6 મણીબેન પટેલ (ઉ.70)