Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ડાંગ : Dang Zilla Panchayat President made a report on the site of the establishment of disabled toilet facility in Saputara Bus Depot.

VIDEO: સાપુતારા બસ ડેપોમાં દિવ્યાંગ શૌચાલય સુવિધા શરૂ થતા ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખે કર્યો સ્થળ પર રિપોર્ટ

Timeછેલ્લું અપડેટ : 17 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ડાંગ જિલ્લાના પ્રખ્યાત ગિરિમથક સાપુતારા ખાતે મોનસુન ફેસ્ટિવલના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા નેતા હર્ષ સંઘવી દ્વારા બસ ડેપોની અચાનક મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન બસ ડેપોમાં દિવ્યાંગો માટેનું શૌચાલય બંધ હાલતમાં માલૂમ પડતા તેમણે તંત્રને સખત શબ્દોમાં ટકોર કરી હતી અને તાત્કાલિક ધોરણે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સ્પષ્ટ સૂચના આપી હતી. તેમના આ આદેશની અસર તુરંત જોવા મળી હતી, જેના પગલે બસ ડેપોમાં શૌચાલય અને સમગ્ર પરિસરની સફાઈ નિયમિત રીતે શરૂ થઈ ગઈ છે તેમજ દિવ્યાંગ શૌચાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ બાબતની સત્યાર્થતા ચકાસવા માટે ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ રાજેશ ગામીતે બસ ડેપોની આકસ્મિક મુલાકાત લઈને હર્ષ સંઘવીને સંતોષકારક રિપોર્ટ સોંપ્યો છે. સામાન્ય માનવીઓની પ્રાથમિક સમસ્યાઓ બાબતે કોઈપણ પ્રકારની બાંધછોડ નહીં કરવાના સરકારના અભિગમનું ડાંગ જિલ્લામાં ચુસ્તપણે પાલન થયું છે.

App Store