VIDEO: અંબિકા નદીના ધસમસતા પ્રવાહમાં ભેંસોનું ટોળું તણાયું
સોર્સ : gstv
નવરાત્રિ દરમિયાન પણ ડાંગ જિલ્લામાં ભારે વરસાદે તબાહી મચાવી છે. એક જ દિવસમાં પડેલા ભારે વરસાદથી અંબિકા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી છે. અંબિકા નદી 33 ફૂટ સુધી પહોંચી છે. ત્યારે નદીના ધસમસતા પાણીમાં સામા પ્રવાહે ભેંસોના ટોળાએ ઝંપલાવ્યું હતું. ભેંસોએ પાણીમાં નહાવાની મોજ માણી હતી. લોકોને નદીકિનારે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

