Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દમણ અને દીવ : Valsad news: 4 out of 7 teenagers who took bath in Antiyawad lake drowned, one's body found

Valsad news: દમણના આંટિયાવાડ તળાવમાં ન્હાવા પડેલા 7 કિશોર પૈકી 4 ડૂબ્યા, એકનો મળ્યો મૃતદેહ

Timeછેલ્લું અપડેટ : 12 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાતના દમણમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં દમણના આંટિયાવાડ તળાવમાં ન્હાવા પડેલા 7 કિશોરો પૈકી 4 ડૂબ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે 7 કિશોરો આ તળાવમાં ન્હાવા પડ્યા હતા અચાનક 4 કિશોરોએ બચાવો બચાવો બૂમો પાડી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો દોડી ગયા હતા અને એકને બચાવી લીધો હતો, તો એક કિશોરનો મૃતદેહ મળ્યો હતો. હજુ બે કિશોરોની શોધખોળ ચાલી રહી છે.

App Store

 4 કિશોરોને તરતા ન આવડતા તેઓ તળાવના પાણીના ઘેરા ભાગમાં ડૂબવા લાગ્યા

તળાવમાં ન્હાવા પડેલા 7 કિશોરો વધુ અંદર ગયા હતા, જેમાંથી 4 કિશોરોને તરતા ન આવડતા તેઓ તળાવના પાણીના ઘેરા ભાગમાં ડૂબવા લાગ્યા હતા અને અચાનક બૂમો પાડવા લાગ્યા હતા. સમગ્ર મામલાની જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી.

ટોપિક્સ:dubyagstvgujarat statedamantalav