Dahod news: તળાવમાં ન્હાવા ગયેલા ત્રણ બાળકો ડૂબ્યાં, એક ઊંડા પાણીમાં ગરક થતાં મોતને ભેટ્યો

સોર્સ : GSTV
દાહોદ જિલ્લાના અભલોડ ગામે તળાવમાં ન્હાવા ગયેલા બાળકનું મોત નીપજ્યું છે. પાંચ બાળકો તળાવમાં ન્હાવા ગયા હતા, જે પૈકી ત્રણ બાળકો ડૂબવા લાગ્યા હતા. એક બાળક ઊંડા પાણીમાં ગરક થઈ જતાં તેનું મોત નીપજ્યું હતું.
ત્રણ બાળકો ડૂબ્યા હતા
પ્રાપ્ત માહિતી મુજબ દાહોદ જિલ્લાના અભલોડ ગામે લીંબુ ફળિયાના તળાવમાં પાંચ બાળકો ન્હાવા ગયા હતા. જે પૈકી ત્રણ બાળકોને તળાવમાં ડૂબતા જોઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બાળકોને બહાર કાઢ્યા હતા, પણ 12 વર્ષીય અક્ષય પરમાર ઊંડા પાણીમાં ગરક થઈ જતાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. અક્ષયના મોતને લઈ પરિવારજનો સહિત પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

