કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો યુવા પુરસ્કાર મેળવનાર રિન્કુ રાઠોડ પ્રથમ ગુજરાતી આદિવાસી મહિલા

નવા ગામ, દાહોદના વતની રિન્કુ વજેસિંહ રાઠોડને તેમના ગઝલસંગ્રહ ‘...તો તમે રાજી?’ માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા ગુજરતી ભાષા માટે યુવા પુરસ્કાર-2024 ભુવનેશ્વર ખાતે તા. 12 જાન્યુઆરી, 2025 યુવા દિને એનાયત કરવામાં આવ્યો.
કવયિત્રીના કુલ 3 સંગ્રહો પ્રકાશિત થઈ ચૂક્યા છે જેમાં ‘અક્ષર સાડા પાંચ’, ‘દ્રશ્યો ભીને વાન’ અને ‘...તો તમે રાજી?’નો સમાવેશ થાય છે. રિન્કુ રાઠોડને આ પહેલા ગુજરાત સરકારના યુવા ગૌરવ પુરસ્કાર અને રાવજી પટેલ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. હાલ તેઓ સચિવાલયમાં ડેપ્યુટી સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
આ પહેલાં રિન્કુ રાઠોડ ગુજરાત સાહિત્ય અકાદમીના યુવા ગૌરવ પુરસ્કાર(2020) અને કવિશ્રી રાવજી પટેલ એવોર્ડ(2021)થી અલંકૃત થઈ ચુક્યા છે. પ્રકૃતિના ખોળે ઉછરેલા રિન્કુ રાઠોડની ગઝલોમાંથી જીવનસંઘર્ષની સાથે-સાથે પ્રકૃતિનું સૌંદર્ય અને કલાના સત્યનો ધ્વનિ ભાવકના હૃદયને ઝંકૃત કરે છે.


