VIDEO: લીમડી-લીમખેડા હાઇવે પર વાકોલ બ્રીજ પાસે અકસ્માતમાં રિક્ષાચાલકનું મોત અને એક ઈજાગ્રસ્ત
સોર્સ : gstv
દાહોદ જિલ્લાના લીમડી-લીમખેડા હાઇવે ઉપર વાકોલ બ્રીજ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અહીં પૂરપાટ ઝડપે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ બસ અને રિક્ષા વચ્ચે થયેલી આ ભીષણ ટક્કરમાં રિક્ષાનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. આ ગંભીર અકસ્માતમાં રિક્ષાચાલકનું કમનસીબે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે રિક્ષામાં બેઠેલા અન્ય એક ઇસમ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં જ લીમડી પોલીસ કાફલો ત્વરિત ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડીને આ મામલે આગળની વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.

