Video: જન આક્રોશ યાત્રામાં પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા, ભાજપ સરકારને આડે હાથ લીધી
સોર્સ : GSTV
દાહોદના બિરસા મુંડા ચોકથી કોંગ્રેસની જન આક્રોશ યાત્રાએ પ્રસ્થાન કર્યુ છે. જે લીમડી ગોવિંદગુરુ ધામે આક્રોશ યાત્રાનું સમાપન કરવામાં આવશે. દાહોદમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં પ્રદેશ અને દાહોદના કોંગ્રેસ આગેવાનો યાત્રામાં જોડાયા હતા. કંબોઈ ધામ ખાતે દર્શન પછી યોજાયેલી જન સભામાં પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા છે. મહેશ વસાવાએ જણાવ્યું હતું કે ST, SC, OBCનો અવાજ બનવા માટે કોંગ્રેસમા જોડાયો છું. ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી સમાજના લોકો ભેગા થઈને આ ભાજપ સરકારને ઉખેડી ફેકવાના છે.

