ચોટીલા નજીક અકસ્માતમાં એક જ ઘરની ચાર મહિલાઓના મોત મામલે ટ્રકચાલક વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા નજીક એક ટ્રક અને બોલેરો પીકપ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના 4 દેરાણી જેઠાણી અવસાન પામ્યા હતા જ્યારે 18 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. લીમડી તાલુકાના શિયાણી ગામેથી સમગ્ર પરિવાર બોલેરો કાર લઈને પિતૃ કામ માટે સોમનાથ જતા હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા ચોટીલા પોલીસ તરત જ અકસ્માતના સ્થળે પહોંચી હતી. અકસ્માત સર્જાતા જ ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો અને 4 મહિલાના મોત મામલે ટ્રક ચાલકની બેદરકારી ગણી ગુનો દાખલ કરી ચોટીલા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : અમદાવાદમાં 7 વર્ષની બાળકી પર પાડોશીએ આચર્યું દુષ્કર્મ, હત્યાનો પણ કર્યો પ્રયાસ
આ ગોઝારી ઘટનાને લઈ મોરારીબાપુએ મૃતકને શ્રદ્ધાંજલિ પાઠવી. તેમજ મોરારીબાપુ દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને 60 હજાર રૂપિયાની સંવેદન રાશિ અર્પણ કરવામાં આવી છે.

