Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : Class 10 result declared in Gujarat

ગુજરાત/ ધોરણ-10નું 82.56 % પરિણામ જાહેર, આ રીતે ચેક કરી શકો છો Result

Timeછેલ્લું અપડેટ : 11 May 2024
લાઇવ ટીવીGoogle News
ગુજરાત/ ધોરણ-10નું 82.56 % પરિણામ જાહેર, આ રીતે ચેક કરી શકો છો Result

ધોરણ-10 (SSC)ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 10નું 82.56 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ-10નું પરિણામ તમે  https://www.gseb.org/ વેબસાઇટ પર જઇને ચેક કરી શકો છો.

App Store

ધોરણ 10નું 82.56 ટકા પરિણામ

ધોરણ 10નું 82.56 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં સૌથી વધુ જ્યારે પોરબંદરમાં સૌથી ઓછું પરિણામ રહ્યું છે.

ધોરણ 10ના બોર્ડના રિઝલ્ટની વાત કરીએ તો આ વખતે પરિણામ 82.56% આવ્યું છે. આ વખતે કુલ 699598 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમનું પરિણામ 82.56% આવ્યું છે. સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર - દાલોદ (જિલ્લો અમદાવાદ ગ્રામ્ય) 100%, તલગાજરડા( જિલ્લો ભાવનગર) 100% રહ્યા છે. જ્યારે સૌથી પરિણામ ધરાવતો જિલ્લો ગાંધીનગર રહ્યો છે જેનું પરિણામ 87.22% આવ્યો છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો પોરબંદર 74.57% રહ્યો છે. 100%  પરિણામ ધરાવતી શાળાઓની વાત કરીએ તો આ વખતે 2023ની તુલનાએ આવી સ્કૂલોની સંખ્યા વધીને 1389ને આંબી ગઈ છે જે 2023માં 272 જ હતી. 0% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા આ વખતે ઘટી છે જે 70ની આજુબાજુ છે.