VIDEO: છોટા ઉદેપુર ચુનાખણમાં ખાતમુહૂર્ત પછી પુલનું કામ શરૂ ન થતાં ગ્રામજનોનો વિરોધ અને સૂત્રોચ્ચાર
સોર્સ : gstv
છોટાઉદેપુરના નસવાડીના ચુનાખણ ગામે પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા બે કરોડના ખર્ચે રસ્તો અને પુલ બનાવવા માટે ખાતમૂહુર્ત કરાયેલા પુલનું કામ હજુ શરૂ થયુ નથી..જેથી ગ્રામજનોએ વિરોધ અને સુત્રોચ્ચાર કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો.. કોન્ટ્રાક્ટરે જૂનો કોઝવે તોડી નાખ્યા બાદ આજદિન સુધી નવા પુલની કામગીરી શરૂ કરી નથી. રસ્તો ખોદી નંખાતા ગામમાં વાહનોની અવરજવર બંધ થઈ ગઈ છે, ખેતરે જવામાં અને બાળકોને શાળાએ જવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ચોમાસામાં અશ્વિન નદીના પાણી ગામ ફરતે ફરી વળતાં લોકો સંપર્કવિહોણા બની જાય છે. સ્થાનિકોએ તાત્કાલિક એજન્સી પાસે કામ શરૂ કરાવવાની માગ કરી છે.

