Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Video: The negligence of the officials was exposed during the public dialogue of the collector

video: કલેક્ટરના જનસંવાદ દરમિયાન અધિકારીઓની બેદરકારીનો થયો પર્દાફાશ

Timeછેલ્લું અપડેટ : 09 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નસવાડીના લીંડા ગામમાં જિલ્લા કલેક્ટરની જનસંવાદ મુલાકાત દરમિયાન બેદરકારીનો પર્દાફાશ થયો હતો. ગ્રામજનોએ રસ્તા, સિંચાઈના પાણી અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી. કલેક્ટર ગાર્ગી જૈને ગામમાં પગપાળા નિરીક્ષણ કરતા અલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલયના કેમ્પસમાં ગંદકી જોવા મળી હતી. હોસ્ટેલના શૌચાલય અને બાથરૂમનું ગટરનું પાણી રસ્તા પર આવતું હોવાની ફરિયાદ બાદ કલેક્ટરે જાત તપાસ કરી હતી. શાળાના પાછળના ભાગમાં સડેલા ફળો અને કચરાના ઢગલા જોઈ કલેક્ટર ચોંકી ઉઠ્યા હતા. વિદ્યાર્થીનીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી તાત્કાલિક સફાઈ કરવા અને અઠવાડિયામાં બે વખત કચરો ઉઠાવવાની વ્યવસ્થા કરવા તાલુકા વિકાસ અધિકારીને સૂચના આપી હતી.

App Store