Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : VIDEO: Lack of local amenities in Rojwa village on the outskirts of Chhota Udepur district

VIDEO: છોટાઉદેપુર જિલ્લાના છેવાડે આવેલા રોજવા ગામમાં સ્થાનિક સુવિધાનો અભાવ

Timeછેલ્લું અપડેટ : 03 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટાઉદેપુર જિલ્લાના છેવાડે આવેલા રોજવા ગામમાં આઝાદીના દાયકાઓ બાદ પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળતા, ગ્રામજનોએ એકસૂત્રે ચૂંટણી બહિષ્કાર કરીને તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો છે. વર્ષોથી પીવાના પાણી, આરોગ્ય અને ખાસ કરીને મધ્યપ્રદેશગુજરાતને જોડતા બિસ્માર માર્ગોની સમસ્યાથી પીડાતા લોકોએ આ વખતે લોકશાહીના પર્વમાં મતદાનથી દૂર રહેવાનો મક્કમ નિર્ણય લીધો હતો. ગામમાં પાણીની ટાંકી હોવા છતાં નળમાં પાણી આવતું નથી અને ખરાબ રસ્તાઓને કારણે ૧૦૮ એમ્બ્યુલન્સ પણ ગામમાં પ્રવેશી શકતી ન હોવાથી સગર્ભા મહિલાઓને ખાટલામાં ઊંચકીને લઈ જવી પડે છે. તંત્ર અને નેતાઓ દ્વારા વારંવાર અપાતા પોકળ વચનોથી કંટાળીને આખરે આખા ગામે 'રોડ નથી તો વોટ નથી'ના મિજાજ સાથે એકપણ મત ન નાખીને વહીવટી તંત્રની આંખો ખોલવાનો પ્રયાસ કર્યો છે.લોકો સ્પષ્ટ કહી રહ્યા છે, કે જ્યારે સુધી તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય, ત્યારે સુધી તેઓ  આગામી તમામ ચૂટણીમાં મતદાનથી દૂર રહેશે. હવે જોવાનું એ રહે છે કે ગ્રામજોનોના કડક વલણ બાદ પણ તંત્ર જાગશે કે નહીં.કે પછી વિકાસ માટે ગામ લોકોને હજુ લાંબો સંઘર્ષ કરવો પડશે.

App Store
ટોપિક્સ:chhota udaipurgstv news