Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Video: Due to good rains closed boreholes started to fill up on their own.

Video: Chhota Udaipurમાં સારા વરસાદના કારણે બંધ પડેલા બોર જાતે જ ઉભરાવવા માંડ્યા, ઝરણા જેવા દ્રશ્યો સર્જાયા

Timeછેલ્લું અપડેટ : 15 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટાઉદેપુર જિલ્લામાં આ વર્ષે સારા વરસાદને કારણે કુદરતે અનોખી ભેટ આપી છે. ધનીયાઉમરવા ગામે બોરમાંથી કુદરતી રીતે પાણી ઝરણાની માફક વહી રહ્યું છે.  આ બોરની મોટર બંધ છે પરંતુ કુદરતી રીતે પાણી બોરમાંથી બહાર આવી રહ્યું છે. 

App Store

નસવાડી તાલુકાના ધનીયા ઉમરવા ગામે પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં ગ્રામ પંચાયત દ્વારા વોટરવર્ક્સનો બોર કરવામાં આવ્યો હતો.  આ બોરમાં ઉનાળો આવતા પાણી સુકાઈ જાય છે. 

જ્યારે આ વર્ષે સાર્વત્રિક સારો વરસાદ થતા તમામ તળાવો છલકાઈ ગયા છે. જળસ્તર ઊંચા આવતા ધનીયાઉમરવા ગામે પ્રાથમિક શાળા પાસે આવેલ બોર જાતેજ વગર મોટર ચાલુ કરે ઉભરાઈ રહ્યો છે અને સતત બોરમાંથી પાણી વહી રહ્યું છે. આ વર્ષે કુદરત મહેરબાન થતા જળસ્તર ઊંચા આવ્યા છે અને પાણીની કટોકટી આ વર્ષે નહીં પડે તેવું લાગી રહ્યું છે