Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : VIDEO: Candidate from Chhota Udepur District Panchayat's Zher seat is upset with the party

VIDEO: છોટા ઉદેપુર જિલ્લા પંચાયતના ઝેર બેઠકના ઉમેદવાર પક્ષથી નારાજ, ઉમેદવારી ફોર્મ ભરવામાં નનૈયો ભણ્યો

Timeછેલ્લું અપડેટ : 07 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

છોટાઉદેપુર જિલ્લામાં ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીમાં મોટો ભડકો થયો છે. જિલ્લા પંચાયતની ૩૧-ઝેર બેઠકના જાહેર થયેલા ઉમેદવાર રાજેશ લગામીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને ફોર્મ ભરવાનો ઇનકાર કરી પાર્ટી સામે ખુલ્લો પડકાર ફેંક્યો છે.

App Store

નારાજ લગામીએ પક્ષ પર દબાણ વધાર્યું

ભાજપમાંથી આવેલા લગામીનો આક્ષેપ છે કે તાલુકા પંચાયતની ટીમ બનાવવા અને અમુક બેઠકો બદલવા બાબતે ધારાસભ્ય ચૈતર વસાવાને વારંવાર આજીજી કરવા છતાં તેમની વાત સાંભળવામાં આવી નથી. ઉમેદવારોની પસંદગીમાં વિશ્વાસમાં ન લેવાતા નારાજ લગામીએ પક્ષ પર દબાણ વધાર્યું છે, જેના કારણે જિલ્લામાં આમ આદમી પાર્ટી વિવાદોમાં ઘેરાઈ છે અને રાજકીય માહોલ ગરમાયો છે.