Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : People in more than 30 villages are troubled by the work of breaking the bridge near Kandha village in the monsoon

VIDEO: ચોમાસામાં કાંધા ગામ પાસે પુલ તોડી કામગીરી શરૂ કરાતા ૩૦થી વધુ ગામોના લોકો પરેશાન

Timeછેલ્લું અપડેટ : 30 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સ્ટેટ આર એન્ડ બી વિભાગની બેદરકારી સામે આવી છે. પાલસર ચોકડીથી કાંધા ગામ માર્ગ પર ચોમાસાની ચાલુ સિઝનમાં જ જૂનો પુલ તોડીને નવી કામગીરી શરૂ કરાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. યોગ્ય ડાયવર્ઝનના અભાવે તેમજ કોતરમાં પાણી વહેતું હોવાથી કાંધા સહિત આસપાસના ૩૦થી વધુ ગામોના વાહનચાલકો અને ખેડૂતોને પોતાના ખેતરો સુધી પહોંચવામાં ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. છોટાઉદેપુરથી ૬૦ કિલોમીટર દૂર આવેલા આ વિસ્તારમાં અધિકારીઓની ગેરહાજરીના કારણે આવી સ્થિતિ સર્જાઈ હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. ગ્રામજનોએ તાત્કાલિક યોગ્ય ડાયવર્ઝન બનાવી સમસ્યાનો ઉકેલ લાવવા માગ કરી છે.

App Store