Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : people forced to walk on railway tracks at the risk of their lives to cross the river

VIDEO: Chhotaudepurની ભારજ પરનું ડાયવર્ઝન ધોવાયું, નદી ઓળંગવા જીવના જોખમે રેલવે ટ્રેક પર ચાલવા લોકો મજબૂર

Timeછેલ્લું અપડેટ : 26 Jun 2025
લાઇવ ટીવીGoogle News

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ગામડાઓમાંથી ખરીદી કરવા માટે પાવીજતેપુર ખાતે લોકો આવે છે. ડાયવર્ઝન ધોવાઈ જતા એક કિલોમીટરનો રસ્તો પાવીજેતપુર આવવા માટેનો નદીમાં આવેલો છે. હવે ડાયવર્ઝન ધોવાયા બાદ બીજો કોઈ વિકલ્પ ન હોવાથી બન્ને કિનારાના ગામો વાહન લઈને કિનારા પર મૂકી દે છે. રેલ્વે ટ્રેકના સહારે એક કિલોમીટર ચાલીને પૂલ ઓળંગીને ખરીદી કરીને ફરી પગપાળા ચાલીને જાય છે. રેલ્વે ટ્રેક ઉપર ચાલવું મુશ્કેલ છે. પૂલ ઘણો ઊંચો છે. જ્યારે હજારો લોકોની અવરજવર રેલ્વે ટ્રેક ઉપરથી થતી હોવાથી રેલ્વે આવે ત્યારે જીવનું જોખમ પણ હોય છે. હાલ તો લોકો જીવના જોખમે રેલ્વે ટ્રેક ઉપર ચાલવા મજબૂર બન્યા છે. 

App Store
ટોપિક્સ:chhotaudepurwalkrail bridge