VIDEO: ખોખરામાં પુલ-રસ્તા માટે આક્રોશ: યુવાનોના સૂત્રોચ્ચાર!
સોર્સ : gstv
છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ખોખરા ગામે વર્ષોથી પુલ અને પાકા રસ્તાના અભાવે ૭૦૦ લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ચોમાસામાં કોતરમાં પાણી ભરાતાં ગામ સંપર્કવિહોણું બની જાય છે. દર્દીઓને ઝોળીમાં ઊંચકીને લઈ જવા પડે છે, જ્યારે વિદ્યાર્થીઓનો અભ્યાસ જોખમાય છે. પશુઓ અને એક બાળકી તણાઈ જવાની હોનારત છતાં માત્ર પોલાં વચનો મળતાં યુવાનોએ "પુલ આપો..."ના નારા સાથે તંત્ર સામે રોષ ઠાલવ્યો છે.

