VIDEO: 8 વર્ષથી ગેરહાજર શિક્ષકનું નામ રજિસ્ટરમાં ચાલુ રહેતા શિક્ષણ વિભાગ સામે સવાલો
સોર્સ : gstv
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની બરોલી પ્રાથમિક શાળામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં શિક્ષક આશિષભાઈ પટેલ વર્ષ 2016-17થી એટલે કે છેલ્લા આઠ વર્ષથી સતત ગેરહાજર હોવા છતાં રજિસ્ટરમાં તેમનું નામ બોલી રહ્યું છે. શિક્ષકની ગેરહાજરીના લીધે નવું મહેકમ મંજૂર ન થતાં અન્ય શિક્ષકની નિમણૂક અટકી પડી છે. આ અંગે શાળા તંત્ર અને તાલુકા કક્ષાએથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને નોટિસ અને લેખિત અહેવાલ મોકલવામાં આવ્યા છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જશવંતભાઈ વણકરે જણાવ્યા મુજબ, લાંબા સમયથી ગેરહાજર આ શિક્ષક સામે નિયમ મુજબ કડક વિભાગીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

