VIDEO: રાષ્ટ્રીય એકતા પરેડ પૂર્વે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આતંકી હુમલા અંગે મોકડ્રિલ
સોર્સ : gstv
વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આગામી ૩૧મી ઓક્ટોબર-૨૦૨૬ના રાષ્ટ્રીય એકતા પરેડને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાની સજ્જતા ચકાસવા માટે ભવ્ય મોકડ્રિલ યોજાઈ હતી. પરિસરમાં બે હથિયારધારી આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની કાલ્પનિક પરિસ્થિતિ નિર્માણ કરી નર્મદા પોલીસ, સીઆઈએસએફ, એસઆરપીએફ, બીડીડીએસ અને ફાયર વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું. સુરક્ષા દળોએ ત્વરિત કાર્યવાહી કરીને ફૂડ કોર્ટ વિસ્તારમાં ઘૂસેલા બંને આતંકવાદીઓને નિષ્ક્રિય કર્યા હતા અને તેમની પાસેથી એ કે-૪૭ સહિતનો જથ્થો કબજે કર્યો હતો. ઓપરેશન પૂર્ણ થયા બાદ ડી-બ્રિફિંગ યોજી સુરક્ષા સમીક્ષા કરાઈ હતી. આ મોકડ્રિલ દ્વારા કટોકટીની સ્થિતિમાં વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચેનું સંકલન અને ઝડપી પ્રતિસાદ ક્ષમતાનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

