Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Cotton crops buried as 100 acres of land flattened in river flood: Farmers demand help from government

VIDEO: નદીના પૂરમાં ૧૦૦ એકર જમીન સપાટ થતાં કપાસનો પાક દટાયો: ખેડૂતોની સરકાર પાસે સહાયની માંગ

Timeછેલ્લું અપડેટ : 04 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નસવાડી તાલુકામાં સતત ભારે વરસાદના કારણે મેણ નદીમાં આવેલા વિનાશક પૂરથી ખોડિયા ગામના ખેડૂતોના ખેતરોમાં ઉભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. નદીના ૬૦ ફૂટ ઊંચા કાંઠા તોડીને ખેતરોમાં ઘૂસેલા પાણીના પ્રચંડ વેગને કારણે અંદાજીત ૧૦૦ એકર જમીનમાં વાવેલો કપાસ, મકાઈ, તુવર અને શાકભાજીનો પાક સપાટ થઈ ગયો છે અને જમીન પર બે ફૂટ જેટલો કાંપ જામી જવાથી છોડ સંપૂર્ણપણે દટાઈ ગયા છે. મોંઘા ખાતર, બિયારણ અને દવાઓનો ખર્ચ કરી દેવું કરીને વાવણી કરનાર ખેડૂતોની આખી મહેનત એક જ રાતમાં પાણીમાં ધોવાઈ ગઈ છે. આ ગંભીર આપત્તિના પગલે સ્થાનિક ખેડૂતોએ વહેલી તકે સરકારી સર્વે કરાવીને યોગ્ય આર્થિક સહાય ચૂકવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે.

App Store