VIDEO: બોડેલીના તોતરમાતા ગામે શાળામાં બાળકો બહાર બેસીને ભણવા મજબૂર
સોર્સ : gstv
છોટાઉદેપુરના બોડેલી તાલુકાના તોતરમાતા ગામે ધોરણ 1થી 5ની પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં હોવાથી છ બાળકો બહાર બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. શાળાનો ઓરડો જોખમી હોવાથી બાળકોને અંદર બેસાડીને શિક્ષણ આપવું જોખમી હોવાનું શિક્ષકે જણાવ્યું છે. હાલ ગામમાં ભાડે મકાનની શોધ ચાલી રહી છે અને મકાન મળતાં શાળા ત્યાં સ્થળાંતર કરવાની તૈયારી છે. બીજી તરફ, જિલ્લામાં અનેક શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવાની ફરિયાદો વચ્ચે ઓછી સંખ્યા ધરાવતી શાળાઓમાં બે-બે શિક્ષકો મૂકાયા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. શિક્ષકો અને શાળાના ઓરડાની સમસ્યાના કારણે બાળકોના શિક્ષણ પર અસર ન પડે તે માટે તાત્કાલિક યોગ્ય આયોજન અને કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

