Video: છોટાઉદેપુર પાલિકાના શાસકોએ શિક્ષકો પાસેથી કરી નાણાંની માંગણી, યુવરાજસિંહની આગેવાનીમાં સૂત્રોચ્ચાર
છોટાઉદેપુર નગરપાલિકાના હોદ્દેદારોએ એસ એફ હાઈસ્કુલના 9 શિક્ષકોને પ્રમુખની ચેમ્બરમાં બોલાવીને નાણા માંગતા રાજકારણ ગરમાયું છે. વિધાર્થી નેતા યુવરાજસિંહ તેમજ એસ એફ હાઈસ્કુલના શિક્ષકો જિલ્લા કલેક્ટરને નગરપાલિકાના સત્તાધીશો સામે નિષ્પક્ષ તપાસની માંગ સાથે આવેદનપત્ર આપ્યું છે.
'ભ્રષ્ટાચાર બંધ કરો' ના સૂત્રોચ્ચાર કરાયા
કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડાની કચેરીમાં આ મામલે લેખિતમાં અરજી આપવામાં આવી છે, ત્યારબાદ યુવરાજસિંહ તેમજ શિક્ષકો અને લોકોએ રેલી કાઢી 'ભ્રષ્ટાચાર બંધ કરો' ના સૂત્રોચ્ચાર કરી નગરપાલિકા પહોચ્યા હતા. એસ એફ હાઈસ્કુલના શિક્ષકોના જણાવ્યા મુજબ અમને ધમકાવવામાં આવે છે. અમારી રજૂઆત સાંભળવામાં આવતી નથી અને ભાજપના નેતાઓથી અમને ડર લાગી રહ્યો છે, સાથે જ અમારી નોકરીનું પણ જોખમ છે. યુવરાજસિંહના જણાવ્યા મુજબ 15 દિવસમાં નિષ્પક્ષ તપાસ નહીં થાય તો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તેમજ સચિવાલયમાં આવેલી શિક્ષણ મંત્રીની કચેરીનો ઘેરાવો કરીશું તેવી ચીમકી ઉચ્ચારી છે.

