VIDEO: સરકારી જમીન પર હોસ્ટેલ નહીં હોસ્પિટલ બનાવો: કલારાણીના ગ્રામજનોની કલેક્ટરને રજૂઆત
સોર્સ : gstv
છોટાઉદેપુરના કલારાણી નજીક રંગોલી ચાર રસ્તા પાસે આવેલી સરકારી જમીન હોસ્ટેલ માટે ફાળવાતા ગ્રામજનોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. વિસ્તારમાં આરોગ્ય સુવિધાઓનો ઘોર અભાવ હોવાથી ઇમરજન્સી સમયે દર્દીઓને બોડેલી કે અન્ય શહેરોમાં ખસેડવા પડે છે, જેના કારણે સમયસર સારવાર મળવામાં મુશ્કેલી પડે છે. આ સમસ્યાના ઉકેલ માટે કલારાણી જૂથ ગ્રામ પંચાયત દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી હોસ્ટેલની જમીન ફાળવણી રદ કરી ત્યાં હોસ્પિટલ બનાવવાની ઉગ્ર માગ કરવામાં આવી છે. સ્થાનિકોનું કહેવું છે કે જો અહીં હોસ્પિટલ બનશે તો આસપાસના અનેક ગામોને મોટી રાહત મળશે. તંત્ર દ્વારા જો આ માગ સ્વીકારવામાં નહીં આવે તો ગ્રામજનોએ આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

