Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Bill scam allegations! Front of women employees against education officer

VIDEO: બિલ કૌભાંડના આક્ષેપો! શિક્ષણ અધિકારી સામે મહિલા કર્મચારીનો મોરચો

Timeછેલ્લું અપડેટ : 21 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટાઉદેપુર તાલુકાના ઝોઝ ખાતે આવેલી કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓ માટે ભોજન સહિતની સામગ્રીનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો. આ સામગ્રીની વાસ્તવિક કિંમત 84 હજાર 204 રૂપિયા હોવાનું મહિલા કર્મચારી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ આ જ સામાન સામે 1 લાખ 55 હજાર 204 રૂપિયાનું બિલ રજૂ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો થયા છે. અહીં સવાલ એ છે કે જો માલસામાનની કિંમત 84 હજાર 204 રૂપિયા હતી, તો પછી 1 લાખ 55 હજાર 204 રૂપિયાનું બિલ કેમ રજૂ થયું?    સૌથી ચોંકાવનારી વાત એ છે કે કચેરીના કર્મચારીએ વાંધો ઉઠાવ્યા બાદ પણ ચુકવણી કરવામાં આવી હોવાના આક્ષેપ છે. સમગ્ર મામલો બહાર આવ્યા બાદ વધારાની ચૂકવાયેલી રકમ એજન્સી પાસેથી પરત લેવામાં આવી હોવાની કબૂલાત ખુદ શિક્ષણ વિભાગે કરી છે. આ સમગ્ર મામલામાં કોણ સાચું અને કોણ ખોટું, તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. પરંતુ હાલ તો બિલના આંકડામાં રહેલી વિસંગતતા, કર્મચારીના વાંધા, ત્યારબાદ થયેલી ચુકવણી અને અંતે પરત લેવાયેલી રકમ—આ તમામ મુદ્દાઓ શિક્ષણ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કરી રહ્યા છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News