chhota udaipur news: યોગ્ય રીતે ગ્રાન્ટ ફાળવો નહીં તો સામૂહિક રાજીનામું આપીશું, તાલુકા સરપંચોનો હુંકાર

છોટાઉદેપુર તાલુકાના સરપંચોને ફાળવામાં આવેલી ગ્રાન્ટને યોગ્ય રીતે ફાળવવા માટે સરપંચ સંઘ સહિત તમામ સરપંચોએ માંગ કરી છે. સરપંચોએ પ્રાયોજના વહીવટદાર સાથે મુલાકાત કરી આવેદનપત્ર પાઠવ્યું છે. જો આ માંગણીની અવગણના કરાશે તો તમામ સરપંચો રાજીનામું આપશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
ગ્રામ પંચાયતને ન્યાયપૂર્વક ગ્રાન્ટ આપવામાં આવે તેવી માંગ
છોટાઉદેપુર તાલુકાની ગ્રામ પંચાયતોને ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, એ ગ્રાન્ટ દરેક ગ્રામ પંચાયતને ફાળવવામાં આવતી નથી, તેવા આક્ષેપ સાથે છોટાઉદેપુર તાલુકાના તમામ સરપંચોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. યોગ્ય રીતે ગ્રાન્ટની ફાળવણી સાથે ગ્રામ્ય કક્ષાએ આ ગ્રાન્ટનો ઉપયોગ થતો નથી. જેથી પારદર્શિતા સાથે ગ્રાન્ટ ફાળવવા માટે તાલુકાના તમામ સરપંચોની માંગ છે. સરપંચોએ પ્રાયોજના વહીવટદાર સાથે મુલાકાત કરી આવેદનપત્ર પાઠવ્યું છે. જેમાં દરેક ગ્રામ પંચાયતને ન્યાયપૂર્વક ગ્રાન્ટ આપવામાં આવે તેવી માંગ છે. જો તેમની આ માંગણી નહીં સંતોષાય તો તો તમામ સરપંચો રાજીનામું આપશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

