Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : After fake office and toll booth, now fake tax receipts! A big scam has come to light in Chhota Udepur Municipality.

VIDEO: Chhota Udepur/ નકલી કચેરી અને ટોલનાકા બાદ હવે નકલી વેરા પાવતી! છોટાઉદેપુર નગરપાલિકામાં સામે આવ્યું મોટું કૌભાંડ

Timeછેલ્લું અપડેટ : 01 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

છોટાઉદેપુર નગરપાલિકામાં ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા સમાન એક ચોંકાવનારું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. વોર્ડ નંબર-3માં કેટલાક મકાન માલિકોએ નગરપાલિકાના નામની બોગસ વેરા પાવતીઓ બનાવી, તેના આધારે મધ્ય ગુજરાત વીજ કંપની (MGVCL) માંથી પાંચ જેટલા વીજ કનેક્શનો મેળવી લીધા હોવાની વિગતો બહાર આવી છે.

App Store

આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એક જાગૃત નાગરિકની રજૂઆત બાદ વીજ કંપનીના ડેપ્યુટી ઈજનેરે નગરપાલિકાને પત્ર લખી તપાસ કરવા જણાવ્યું. નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવિક બરજોડના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં પાંચ પાવતીઓ નકલી હોવાનું સાબિત થયું છે.

જોકે, આટલા ગંભીર કૌભાંડ છતાં હજુ સુધી દોષિતો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં ન આવતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. ગુજરાતમાં અગાઉ નકલી કચેરી, નકલી ટોલનાકા અને નકલી પીએસઆઈના કિસ્સાઓ ચર્ચાયા છે, ત્યારે હવે નકલી ઘરવેરા પાવતી બનાવી સરકારી નાણાંની ઉચાપત કરતા તત્વોનો પર્દાફાશ થાય તે જરૂરી છે. હાલમાં નગરપાલિકા તપાસના નામે વિલંબ કરી રહી હોવાનો આક્ષેપ પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.