VIDEO: શિક્ષકની બદલી સામે 17 વિદ્યાર્થીઓ મેદાને, પરત મૂકવાની માંગ સાથે કચેરીએ પહોંચ્યા
સોર્સ : gstv
છોટાઉદેપુર જિલ્લાના પુનિયાવાટ ખાતે આવેલી એકલવ્ય મોડલ સ્કૂલમાં શિક્ષકની બદલીનો મુદ્દો ગરમાયો છે. વિજ્ઞાન પ્રવાહના શિક્ષક વેચાતભાઈ રાઠવાની અચાનક બદલી થતાં વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. શિક્ષકને પુનિયાવાટ શાળામાં પરત મૂકવાની માંગ સાથે 17 જેટલા વિદ્યાર્થીઓએ લોકસભા સાંસદ જશુભાઈ રાઠવાને પત્ર લખી રજૂઆત કરી હતી. જોકે, રજૂઆત બાદ પણ નિર્ણય ન બદલાતા વિદ્યાર્થીઓ અને વાલીઓનો રોષ વધ્યો છે. શિક્ષણકાર્ય અધૂરું મૂકીને વિદ્યાર્થીઓ સીધા પ્રાયોજના વહીવટદારની કચેરીએ પહોંચ્યા હતા અને શિક્ષકને પરત મૂકવાની ઉગ્ર માંગ કરી હતી. વિદ્યાર્થીઓએ ચીમકી આપી છે કે માંગ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં શાળા છોડવાની કાર્યવાહી કરવાની ફરજ પડી શકે છે.

