VIDEO: યુવા ભીમસેનાનું પોલીસને આવેદન, દેશી દારૂના અડ્ડા-ભઠ્ઠીઓ બંધ કરવાની માંગ
સોર્સ : gstv
બોટાદ જિલ્લા યુવા ભીમસેના દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્રમાં જિલ્લામાં વિવિધ સ્થળોએ ચાલી રહેલા દેશી દારૂના અડ્ડા અને ભઠ્ઠીઓ તાત્કાલિક બંધ કરાવવા તેમજ દારૂના વેચાણ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. યુવા ભીમસેનાએ અગાઉ બનેલી લઠ્ઠાકાંડની ઘટનાઓનો ઉલ્લેખ કરી આવી ગંભીર ઘટના ફરી ન બને તે માટે પોલીસ તંત્ર સતર્ક રહે તેવી અપીલ કરી છે. સંગઠનનું કહેવું છે કે દારૂના અડ્ડા અને ભઠ્ઠીઓ સામે નક્કર કાર્યવાહી થવી જરૂરી છે. જો કાર્યવાહી નહીં થાય તો કાયદેસરની પ્રક્રિયા અને પોલીસને જાણ કરીને જનતા રેડ જેવા કાર્યક્રમો યોજી બુટલેગરો સામે વિરોધ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

