Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : Bhikhaji Thakor's joining Congress is just a rumour, posted post - I am not going anywhere leaving BJP

ભીખાજી ઠાકોરની કોંગ્રેસમાં જોડાવાની વાત માત્ર અફવા, પોસ્ટ મુકીને ખુલાસો કર્યો- હું ભાજપ છોડીને ક્યાય જવાનો નથી

Timeછેલ્લું અપડેટ : 26 Mar 2024
લાઇવ ટીવીGoogle News
ભીખાજી ઠાકોરની કોંગ્રેસમાં જોડાવાની વાત માત્ર અફવા, પોસ્ટ મુકીને ખુલાસો કર્યો- હું ભાજપ છોડીને ક્યાય જવાનો નથી

ભીખાજી ઠાકોરની કોંગ્રેસમાં જોડાવવાની પોસ્ટ મામલે ખુલાસો સામે આવ્યો છે.ભીખાજી કોંગ્રેસમાં જોડાવાની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.જે મામલે ભીખાજી ઠાકોરે ખુદ પોસ્ટ મૂકીને ખુલાસો કર્યો હતો કે હું ભાજપ છોડીને કોઈપણ અન્ય પક્ષમાં જોડાવાનો નથી.

App Store

ભીખાજીએ પોસ્ટ મુકતા તેમના કોંગ્રેસમાં જોડાવવાની અટકળોનો અંત આવ્યો

કોઈ બીજા પક્ષમાં જોડાવાની વાત માત્ર અફવા છે. આમ ભીખાજીએ પોસ્ટ મુકતા તેમના કોંગ્રેસમાં જોડાવવાની અટકળોનો અંત આવ્યો છે. ભીખાજીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ લખીને કહ્યુ છે કે, હું ભાજપ છોડીને કોઇ પણ અન્ય પક્ષમાં જોડાવવાનો નથી. ભીખાજીએ અફવાઓનું ખંડન કરતી પોસ્ટ શેર કરી હતી.

 થોડા દિવસો અગાઉ સોશિયલ મીડિયામાં ભીખાજીનો વિરોધ થયો હતો, ભીખાજી ઠાકોર ઓબીસી ન હોવાની વાત સોશિયલ મીડિયા પર ચર્ચાઈ હતી. જેમાં ભીખાજી ઠાકોર નહી આદિવાસી ડામોર હોવાના આક્ષેપો થયા હતા.