VIDEO: ગારીયાધારમાં મહિલા તબીબનો આપઘાત; દોઢ વર્ષ પૂર્વે કર્યા હતા પ્રેમલગ્ન, પરિવારને હત્યાની આશંકા
સોર્સ : gstv
ભાવનગર જિલ્લાના ગારીયાધારમાં મહિલા તબીબના આપઘાતથી ચકચાર મચી છે. દોઢ વર્ષ પૂર્વે પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનાર ડો. ઋત્વિબેનનો મૃતદેહ તેમના ઘરે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.
પરિવારને હત્યાની આશંકા
ગારીયાધારની ગોકુળ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. ઋત્વિબેન સુરતના રહેવાસી હતા અને આશરે બે વર્ષથી ગારીયાધારમાં તબીબી સેવા આપતા હતા. દોઢ વર્ષ પૂર્વે તેમણે ડો. પૃથ્વી પરમાર સાથે પ્રેમલગ્ન કર્યા હતા. ગઈકાલે ઘરે ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. ઘટનાની જાણ થતાં સુરતથી પરિવારજનો ગારીયાધાર પહોંચ્યા હતા અને શરીર પર ઇજાના નિશાન હોવાના આક્ષેપ સાથે હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાવનગર ખસેડાયો છે. પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ આપઘાત કે હત્યા અંગેનું સત્ય સ્પષ્ટ થશે.

