ભાવનગર જિલ્લામાં દિવાળીની રાત્રે ત્રણ હત્યા, એક યુવાનની ફટાકડા ફોડવા બાબતમાં થઈ હત્યા

દિવાળીની રાત્રે ભાવનગર જિલ્લામાં ત્રણ હત્યાના બનાવ બનવા છે, દિવાળીની રાત્રે અલગ અલગ જગ્યાએ ત્રણ શખ્સોની નજીવી બાબતે કરપીણ હત્યા કરવામાં આવી છે. પોલીસે હત્યાના આરોપીઓને શોધવા માટે ટીમની રચના કરવામાં આવી છે. ભાવનગર જિલ્લાના હાથબ ગામે ફટાકડા ફોડવા મામલે રામજીભાઈ બારૈયાની નજીવી બાબતે હત્યા કરવામાં આવી છે, આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સોપો પડી ગયો હતો.
દિવાળીની રાત્રે અલગ અલગ જગ્યાએ ત્રણ શખ્સોની હત્યા
મળતા અહેવાલ પ્રમાણે ભાવનગરમાં બાર્ટન લાઈબ્રેરી પાસે આવેલ ગજ્જરના ચોકમાં ફરદીન કુરેશી નામના યુવકની હત્યા કરવામાં આવી છે. આ યુવાનની શા માટે હત્યા કરવામાં આવી છે તેનું કારણ સ્પષ્ટ થયું નથી.
પોલીસ તપાસ શરૂ
અન્ય એક ઘટનામાં શહેર ના રીંગ રોડ પર આવેલા યોગીનગર પાછળ સોમનાથ રેસીડેન્સીમાં રહેતા શિવરાજભાઈ લાખાણીની કરપીણ હત્યા કરવામાં આવી છે. પોલીસે ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં બહાર આવશે કે કયા કારણોસર આ હત્યાઓ કરવામાં આવી છે.

