Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : Tempo overturns as herd of nilgai descends; one dead, 20 passengers injured

Bhavnagar news: નીલગાયનું ટોળું આડુ ઉતરતા આઈસર ટેમ્પો પલટ્યો; એકનું મોત, 20 મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 24 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Bhavnagar news: નીલગાયનું ટોળું આડુ ઉતરતા આઈસર ટેમ્પો પલટ્યો; એકનું મોત, 20 મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત
સોર્સ : GSTV

પાલિતાણા શહેરમાં નીલ ગાયનું ટોળુ રસ્તામાં આડુ ઉતરતા આઈસર ટેમ્પો પલટી મારી જતા એક વ્યક્તિનું મોત થયુ છે, જ્યારે 20 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

App Store

ગરાજીયા ગામના પરિવારને નડ્યો અકસ્માત

પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેરમાં આઈસર ટેમ્પો પલટી મારી જતા એક વ્યક્તિનું મોત થયુ છે, જ્યારે 20 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. નીલગાયનું ટોળુ રસ્તામાં આડુ ઉતરતા ટેમ્પો પલટી મારી ગયો હતો. ઈજાગ્રસ્તોને પાલિતાણા અને શિહોર શિફ્ટ કરાયા છે. સગાઈનો પ્રસંગ કરી પરત આવી રહેલા ગરાજીયા ગામના પરિવારને અકસ્માત નડ્યો હતો. ઘટનાને પગલે આગેવાનો સહિત પોલીસ દોડી આવી ટ્રાફિકજામને હળવો કર્યો હતો.