VIDEO: ભાવનગરની સર ટી હોસ્પિટલની ગંભીર બેદરકારી: ઓક્સિજનના અભાવે દર્દીનું કરુણ મોત
સોર્સ : gstv
ભાવનગરની સર ટી હોસ્પિટલમાંથી તબીબી બેદરકારીનો મોટો મામલો સામે આવ્યો છે, જ્યાં ઓક્સિજનના અભાવે એક દર્દીનું મોત નીપજ્યું છે….ધરમપાલ નામના વ્યક્તિના ભાઈને સામાન્ય ફોડલાનું ઓપરેશન કરાવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મોડી રાત્રે દર્દીની તબિયત અચાનક લથડતાં પરિજનોએ હાજર ડૉક્ટર અને સ્ટાફ પાસે મદદ માંગી હતી, પરંતુ ડૉક્ટરે ફોન ન ઉપાડ્યો અને સમયસર યોગ્ય સારવાર કે ઓક્સિજન ન મળવાથી દર્દીનું કરુણ મોત થયું હતું. આ ઘટનાથી રોષે ભરાયેલા પરિવારે હોસ્પિટલના જવાબદાર સ્ટાફ અને બેદરકાર ડૉક્ટરો સામે કડક કાનૂની પગલાં લેવાની ઉગ્ર માંગ કરી છે.

