VIDEO: પાલિતાણામાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી: સુણતર ભુવન ખાતે જૈન ચાતુર્માસમાં આપી હાજરી, મહારાજ સાહેબના લીધા આશીર્વાદ
સોર્સ : gstv
ભાવનગર જિલ્લાના પાલિતાણા સ્થિત સુણતર ભુવન ખાતે યોજાયેલા જૈન ચાતુર્માસ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખાસ હાજરી આપી હતી. આચાર્ય ભગવંત પ્રબોધચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં ચાલી રહેલા આ ચાતુર્માસ દરમિયાન તેમણે મહારાજ સાહેબ તથા આરાધકોના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. નાયબ મુખ્યમંત્રીના આ પ્રવાસથી સ્થાનિક જૈન સમાજ અને આરાધકોમાં આનંદનો વ્યાપ છવાયો હતો.

