VIDEO: ભાવનગરના સિદસર વિસ્તારના ગેરકાયદેસર મદ્રેસા કેસમાં તપાસ તેજ બની
સોર્સ : gstv
ભાવનગરના સિદસર વિસ્તારના ગેરકાયદેસર મદ્રેસા કેસમાં તપાસ તેજ બની છે. ભરૂચ કનેક્શન સામે આવતાં ભાવનગર SOGની વિશેષ ટીમે મૌલાના મોહમ્મદ શરીફને સાથે રાખીને ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે આવેલા દારૂલ કુરાન મદ્રસા પહોંચી તપાસ શરૂ કરી છે.ચાર દિવસ પહેલા મેગા કોમ્બિંગ દરમિયાન ઝડપાયેલા મૌલાના હાલ ૧૦ દિવસના પોલીસ રિમાન્ડ પર છે. તેના ભરૂચ સાથેના સંપર્કો અને સંભવિત નેટવર્કની તપાસ માટે SOG અને સ્થાનિક પોલીસ સંયુક્ત તપાસ હાથ ધરી રહી છે.આ કેસમાં અન્ય બે આરોપીઓની અગાઉ ધરપકડ કરવામાં આવી છે. તપાસ વિવિધ દિશામાં આગળ વધી રહી છે.

