VIDEO: ભાજપના રાજમાં હપ્તા લઈને ગુંડાઓને છુટ્ટો દૌર: શક્તિસિંહ ગોહિલ
સોર્સ : gstv
ભાવનગરમાં ઝેરી દારૂ કાંડમાં ટપોટપો મરતા લોકો વચ્ચે વિપક્ષે સરકાર અને પોલીસ પ્રશાસન પર ગંભીર સવાલ ઉઠાવ્યાં છે. રાજ્યસભાના પૂર્વ સાંસદ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, જ્યારે કેસમાં પ્રથમ મોત થયું તો પોસ્ટમોર્ટમ વગર જ મૃતદેહને ઉજ્જૈન રવાના કરી દેવાયો. ઝેરી દારૂ પીવાથી અનેક લોકોએ દ્રષ્ટી ગુમાવી હોવાનો આક્ષેપ કરતા તેમને કહ્યું કે, ભાજપ સરકાર હપ્તા લઈને ગુંડાઓને છુટ્ટો દૌર આપી રહી છે. આ મામલે સત્તામાં બેઠેલા ભાજપના કોઈ પણ નેતા કેમ નૈતિક જવાબદારી સ્વિકારી રાજીનામ નથી આપતા? સાથે જ કહ્યું કે, કોંગ્રેસ પક્ષની પાંચ વ્યક્તિઓનું પંચ ભાવનગર જઈ સ્થળ તપાસ કરીને અહેવાલ રજૂ કરશે.

